માઈક્રોફિક્શન વાર્તાઓનાં વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં રચાયેલી, અને ‘અક્ષરનાદ’નાં બ્લોગ પર પ્રકાશિત થયેલી, મારી પ્રથમ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન વાર્તા…
આઝાદી
“તમે ઘરમાં જ રહેજો દાદાજી… અમે જરા બહાર જઈને આવીએ…”, અને બારણું બહારથી લોક કરી ઘરના બધાં ચાલી ગયા.
ઘડપણમાં “ઘરના”ની ગુલામી..
યુવાનીમાં ‘બહારના”ની…
વૃદ્ધે નિસાસો નાંખ્યો.
“આઝાદીની લડતનો કોઈ અંત ખરો..?”, પાંજરે પુરાયેલા પોપટે પાંખો ફફડાવીને ઉડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
સાત દાયકા પહેલાંની મિત્રની મૂંઝવણ, “…પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાતરી છે?” – યાદ આવતાં વૃદ્ધ સ્વાતંત્ર્ય-સેનાની યાદ કરવાનું ભૂલીને વિચારે ચડ્યો !
click below for more information :
મારી વાર્તા (No. 2)